સમાનાર્થી શબ્દો :આવનાર પરીક્ષા માટે ઉપયોગી, Samanarthi Shabdo
સમાનાર્થી શબ્દો :આવનાર પરીક્ષા માટે ઉપયોગી, Samanarthi Shabdo
અખિલ : આખું, બધું, સળંગ, સઘળું, સમગ્ર, સકલ, નિખિલ, સર્વ, નિઃશેષ, પૂરું, અખંડ
અગ્નિ: અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન, વૈશ્વાનર
અચલ : દૃઢ, સ્થિર, અવિકારી
અચાનક : એકાએક, ઓચિંતું, સફાળું, અકસ્માત
અદ્ભુત : અલૌકિક, આશ્ચર્યકારક, અજાયબ, નવાઈભર્યું
અતિથ ઃ અભ્યાગત, પરોણો, મહેમાન
અમૃત : અમી, પીયુષ, સુધા
અનન્ય: અનેરું, અદ્વિતીય, અસાધાણ, અજોડ, બેનમૂન, અભૂતપૂર્વ
અનાદર: તિરસ્કાર, અવહેલના, અવજ્ઞા, અવમાનના, પરિભવ,
અનિલ : પવન, વાયુ, મારિશ્વા, સમીર, સમીરણ, મરુત, વાત
અનુકૂળ : બંધબેસતું, ફાવતું, માફક, રુચતું સગવડભર્યું
અનોખું : વિલક્ષણ, અપૂર્વ
અપમાન : અનાદર, અવમાનના, અવહેલના, ઉપેક્ષા, તિરસ્કાર
અભિમાન : ગર્વ, અહંકાર, અહમ્, દર્પ, ઘમંડ
અભૂતપૂર્વ : અનન્ય, અજોડ, અદ્વિતીય, બેનમૂન
અરજ : વિનંતી, વિજ્ઞપ્તિ, અરજી, વિનવણી, અનુનય
અર્વાચીન : આધુનિક
અવાજ: સાદ, શોર, ઘોંઘાટ, ધ્વનિ, નાદ, સ્વર
અસુર: રાક્ષસ, દૈત્ય, દાનવ, નિશાચરઃ
આશા : ઇચ્છા, કામના, અભિલાષા, મનોરથ, સ્પૃહા, અપેક્ષા
નભ: અંબર, ગગન, વ્યોમ, આસમાન, આભ, અંતરિક્ષ
હર્ષ :આમોદ, ઉલ્લાસ, આહ્લાદ, પ્રમોદ, ઉમંગ, ખુશી,,હરખ, હોંશ
આભૂષણ: આભરણ, અલંકાર, ઘરેણું
આલેખન : લેખન, નિરુપણ, ચિત્રણ
આસપાસ : ચો પાસ, આજુ બાજુ
આળ : તહોમત, આક્ષેપ
આંખ :નેત્ર, નેણ, નયન, ચક્ષુ, લોચન, અક્ષિ
ઇચ્છા : કામના, પૃહા, આકાંક્ષા, એષણા, અભિલાષા
ઇન્કાર : નામંજૂરી, અસ્વીકાર, મના, નિષેધ, પ્રતિબંધ
ઈશ્વરઃ પ્રભુ, પરમાત્મા, પરમેશ્વર, હરિ, વિભુ
ઉપકાર : આભાર, અહેસાન, કૃતજ્ઞતા, ઉપકૃતિ, પાડ
ઉર - હૃદય, દિલ, હૈયું, અંતઃકરણ
ઉન્નતિ: વિકાસ, ઉત્કર્ષ, અભ્યુદય, ચડતી, ઉત્થાન, પ્રગતિ
ઉપવનઃ ઉદ્યાન, વાટિકા, બાગ, બગીચો
ઊપજ: આવક, મળતર, નફો, પેદાશ, નીપજ, ઉત્પન્ન • દવા, ઓસડ
કમળ: પંકજ, નીરજ, અરવિંદ, ઉત્પલ, રાજીવ, પદ્મ, નલિન
કજિયો: ઝઘડો, કંકાસ, તકરાર, ટંટો
કાપડઃ વસ્ત્ર, અંબર, વસન, દુસ્કૂલ, ચીર
આ પણ વાંચો :-
Online fir gujarat: ગુજરાત પોલીસમાં ઓનલાઈન એફઆઈઆર કેવી રીતે નોંધાવવી
અમારી સાથે જોડાઓ
વોટ્સએપ ગ્રુપ | અહી ક્લિક કરો |
ટેલિગ્રામ ચેનલ | અહી ક્લિક કરો |
Google News પર અમને ફોલો કરો | અહી ક્લિક કરો |
ફેસબુક પેજ | અહી ક્લિક કરો |
ઇન્સ્ટાગ્રામ પેજ | અહી ક્લિક કરો |
Post a Comment